ગીર સોમનાથ તાલાલામાં નિદાન કેમ્પ યોજાયો, 365 દર્દીએ લાભ લીધો
ગીર સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલા શહેરમાં વિવિધ માનવસેવા કાર્યોથી ધમધમતા સ્વ.નેહાબેન કૌશલભાઈ રાયચુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનાં સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેનો ૩૬૫ દર્દીઓએ લાભ લીધો હત
ગીર સોમનાથ તાલાલામાં નિદાન કેમ્પ યોજાયો, 365 દર્દીએ લાભ લીધો


ગીર સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલા શહેરમાં વિવિધ માનવસેવા કાર્યોથી ધમધમતા સ્વ.નેહાબેન કૌશલભાઈ રાયચુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનાં સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેનો ૩૬૫ દર્દીઓએ લાભ લીધો હતો. આંખના ૩૧૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો, જે પૈકી ૧૧૨ દર્દીઓને ઓપરેશનની જરૂર હોય ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. હોમીયોપેથીક આરોગ્ય કેમ્પ પણ યોજાતા ૫૫ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સંચાલક પનુભાઈ રાયચુરાએ કેમ્પમાં સેવા આપનાર તબીબો તથા યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande