મહેસાણામાં, દિવ્યાંગ ખેલ મહાકુંભ-2025 અંતર્ગત ખેલાડીઓની રજુઆતનો તાત્કાલિક નિકાલ
મહેસાણા,16 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાઈ રહેલ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ-2025 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત સીટીંગ વોલીબોલ તથા એથલેટીક્સ રમતો માટે યોગ્ય મેદાનની વ્યવસ્થા બાબતે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ર
મહેસાણામાં દિવ્યાંગ ખેલ મહાકુંભ-2025 અંતર્ગત ખેલાડીઓની રજુઆતનો તાત્કાલિક નિકાલ


મહેસાણા,16 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાઈ રહેલ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ-2025 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત સીટીંગ વોલીબોલ તથા એથલેટીક્સ રમતો માટે યોગ્ય મેદાનની વ્યવસ્થા બાબતે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત માટે કચેરીએ મુલાકાતે આવેલ દિવ્યાંગ ખેલાડીઓની વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી હતી.

દિવ્યાંગ ખેલાડીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે તે હેતુસર, કચેરીની નીચે જઈ તેમની રજૂઆત રૂબરૂ સાંભળવામાં આવી. ખેલાડીઓએ મેદાનની ઉપલબ્ધતા, સુવિધાઓ, સુરક્ષા અને રમતગમત માટે અનુકૂળ વાતાવરણ અંગે પોતાની મુશ્કેલીઓ અને માંગણીઓ રજૂ કરી હતી.

રજૂઆત સાંભળ્યા બાદ સમગ્ર મામલે હકારાત્મક અભિગમ અપનાવી તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રમતોત્સવ દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓને યોગ્ય સુવિધા, સુવ્યવસ્થિત મેદાન અને સલામત વાતાવરણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવા જણાવાયું.

આ પ્રસંગે દિવ્યાંગ ખેલાડીઓમાં સંતોષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ-2025 ને સફળ અને સુચારૂ રીતે આયોજન કરવા જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande