નાનાગોખરવાળા ગામે રૂ. 25 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત, ગ્રામ સ્વરાજ્યને નવી મજબૂતી
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : નાનાગોખરવાળા ગામે આજે ગ્રામ સ્વરાજ્યને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ પહેલનો આરંભ થયો. અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેક
નાનાગોખરવાળા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત, ગ્રામ સ્વરાજ્યને નવી મજબૂતી


અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : નાનાગોખરવાળા ગામે આજે ગ્રામ સ્વરાજ્યને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ પહેલનો આરંભ થયો. અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજ્યમંત્રી કૌશિક વેકારીયાએ જણાવ્યું હતું કે, મજબૂત ગ્રામ પંચાયત ભવન ગામના વહીવટનું કેન્દ્ર બનશે. અહીંથી ગામના વિકાસકાર્યો, યોજનાઓનુ રણ તથા લોકસેવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે થઈ શકશે. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક અને સુવિધાસભર માળખાં ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ છે. નવું ગ્રામ પંચાયત ભવન બનવાથી ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ માટે સરળતાથી માર્ગદર્શન મળશે તેમજ રોજિંદા કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે. આ ભવન ગ્રામ્ય વિકાસની યોજનાઓના સંકલન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સભ્યો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં આ વિકાસકાર્યને લઈને ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ નવા પંચાયત ભવનથી નાનાગોખરવાળા ગામના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande