કોંગ્રેસની જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં,20 ડિસેમ્બર ફાગવેલથી શરૂ, 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન
- જન આક્રોશ યાત્રા પાર્ટ-2 7 જિલ્લા, 3 મનપા, 55 તાલુકા, 37 પાલિકામાંથી પસાર થશે અમદાવાદ,16 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા પાર્ટ-2ની જાહેરાત કરી છે.પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં,20 ડિસેમ્બર ફાગવેલથી શરૂ, 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન


- જન આક્રોશ યાત્રા પાર્ટ-2 7 જિલ્લા, 3 મનપા, 55 તાલુકા, 37 પાલિકામાંથી પસાર થશે

અમદાવાદ,16 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા પાર્ટ-2ની જાહેરાત કરી છે.પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ હવે મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યોજવા જઈ રહી છે. 20 ડિસેમ્બર ફાગવેલ થી શરૂ થઈને 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન થશે. આ યાત્રા - જન આક્રોશ યાત્રા પાર્ટ-2 7 જિલ્લા, 3 મનપા, 55 તાલુકા, 37 પાલિકામાંથી પસાર થશે

કોંગ્રેસ આ યાત્રામાં મનરેગા કૌભાંડ, નલ સે જલ યોજનામાં કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના મુદ્દાઓેથી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં થતી ડિમોલિશનની કામગીરીને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લોકોને ઘરનું ઘર આપ્યા વગર જો ડિમોલિશન કરવામાં આવશે, તો કોંગ્રેસે વિરોધ કરવાની તૈયારી દર્શાવી છે.

આ જન આક્રોશ યાત્રા 7 જિલ્લા, ત્રણ મહાનગરપાલિકા, 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી ભ્રમણ કરવાની છે. અંદાજે 1400 કિલોમીટર સુધી આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરશે.

ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છતાં શાળાઓમાં મેદાનોની યોગ્ય વ્યવસ્થા નથી

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટેની મેજબાની મળી ગઈ છે. જેના માટે મેદાન બનાવવા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં શાળાઓમાં મેદાનોની કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

શાળાઓમાં મેદાન અને સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવે

કરોડો રૂપિયાનો ખર્ચ પબ્લિસિટી પાછળ કરતી સરકાર ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ લેવલે આગળ વધારવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

શાળાઓમાં મેદાન અને સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમજ ડિમોલિશન કરતાં પહેલા લોકોને ઘરનું ઘર ન આપતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે કોમનવેલ્થના નામે કોઈનું ઘર તોડીને લોકોને રસ્તા પર લાવીને કોમનવેલ્થ ગેંમ્સની મેજબાની જરાય પણ ચલાવી નહીં લેવાય.

કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા લોકો ભાગ લઈ શક્યા છે અને આવનાર સમયમાં કેટલા લોકો ભાગ લઈ શકવાના છે તેના માટે આજે કોઈ વ્યવસ્થા નથી. શાળાઓ અને કોલેજોમાં વર્ષોથી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. અનેક ઉમેદવારો જે લાયકાત ધરાવે છે છતાં પણ યોગ્ય સમયે ભરતી કરવામાં આવી નથી. ઘણી એવી શાળાઓ છે જ્યાં પૂરતા મેદાન જ નથી. કરોડો રૂપિયાનો ખર્ચ પબ્લિસિટી માટે કરવામાં આવે છે તેની સામે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande