મતદારયાદી સઘન સુધારણા ઝૂંબેશ જૂનાગઢ ખાતે રોલ ઓબ્ઝર્વર ના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક
જૂનાગઢ,16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસ.આઈ.આર. અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી
મતદારયાદી સઘન સુધારણા


જૂનાગઢ,16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં એસ.આઈ.આર. અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદારો ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, કેટલા ગણતરી ફોર્મ પર મળ્યા નથી. ઉપરાંત મૃત્યુ પામેલ મતદારો, સ્થળાંતર અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર તથા નામ રદ્દ કરવા અંગે)ની પ્રાપ્તી બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ બૂથ લેવલ ઓફિસર્સની ટ્રેનિંગ,સ્પેશ્યિલ કેમ્પ, અલગ-અલગ તબક્કાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક, અલગ-અલગ બૂથની મુલાકાત વિશે રોલ ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતાં.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધુળા એ મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલ સ્વીપ એક્ટિવિટી, વિધાનસભા વાઈઝ મતદારયાદી, મેપિંગ સહિતની માહિતી રજૂ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય દેવા માલમ,ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી, કમીશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande