
જૂનાગઢ 16 ડિસેમ્બર (હિ.સ.) વિસાવદર લાયન્સ કલબ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ તેમજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ અંતર્ગત વિસાવદર સરકારી હાઈસ્કૂલ, વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે. સેન્ટર કન્યાશાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દરેક શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને લાયન્સ કલબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ