અમરેલી અંધજન શાળામાં આરબીઆઇ દ્વારા નાણાંકીય સાક્ષરતા શિબિર, પ્રજ્ઞાચક્ષુઓને યોજનાઓ અંગે માર્ગદર્શન
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે ચિત્તલ રોડ ઉપર આવેલ અંધજન શાળામાં ભારતીય રિઝર્વ બેન્ક, અમદાવાદના નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો માટે એક દિવસીય નાણાંકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિ
અમરેલી અંધજન શાળામાં RBI દ્વારા નાણાંકીય સાક્ષરતા શિબિર, પ્રજ્ઞાચક્ષુઓને યોજનાઓ અંગે માર્ગદર્શન


અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે ચિત્તલ રોડ ઉપર આવેલ અંધજન શાળામાં ભારતીય રિઝર્વ બેન્ક, અમદાવાદના નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો માટે એક દિવસીય નાણાંકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને નાણાંકીય વ્યવસ્થાઓ અંગે માહિતગાર કરીને તેમને સ્વનિર્ભર બનાવવાનો હતો.

શિબિર દરમિયાન RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્ર ત્રિપાઠીએ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપલબ્ધ વિવિધ બેન્કિંગ યોજનાઓ, બચત ખાતું, ડિજિટલ પેમેન્ટ, UPI, સુરક્ષિત બેન્કિંગ, લોન સુવિધા તેમજ છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે અસરકારક અને રસપ્રદ રીતે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સરળ ભાષામાં સમજાવીને પ્રજ્ઞાચક્ષુઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શિબિરને અત્યંત ઉપયોગી ગણાવી હતી. અંધજન શાળાના સંચાલકો દ્વારા RBI અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નાણાંકીય સાક્ષરતા શિબિર પ્રજ્ઞાચક્ષુઓને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ હતી.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande