
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : જીગ્નેશદાદાના સાનિધ્યમાં તથાસ્તુ વિદ્યાપીઠ, ટોડા ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ અવસરે તેમના સાનિધ્યમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરીયા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા તથા ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ક્રિકેટપ્રેમીઓ તથા ખેલાડીઓ સાથે આત્મીય મુલાકાત કરી તેમને ઉત્સાહવર્ધન આપ્યું હતું.
આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું કે, રમતોત્સવો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી પરંતુ યુવાનોમાં શિસ્ત, સહકાર, ટીમભાવના અને સ્વસ્થ જીવનશૈલીના સંસ્કારો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રમતગમત દ્વારા યુવાનોને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રાખી સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રેરણા મળે છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતકૌશલ્ય પ્રદર્શિત કરી રમતપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા રમતોત્સવના સુવ્યવસ્થિત આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે યોજાયેલો આ ખેલોત્સવ યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહ્યો હોવાનું ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai