ઉત્તર પ્રદેશના જાલૌનમાં, એક સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટર (એસડીઆઈ ) અને એક પોસ્ટમાસ્ટરની 5,000 રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી ..
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં બે પોસ્ટલ વિભાગના અધિકારીઓને લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોંચ સબ-ડિવિઝનલ પોસ્ટ ઓફિસના સ
સીબીઆઈ


નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં બે પોસ્ટલ વિભાગના

અધિકારીઓને લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોંચ

સબ-ડિવિઝનલ પોસ્ટ ઓફિસના સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટર (એસડીઆઈ) પ્રતીક ભાર્ગવ અને ચંદુરા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર આમિર

હસનનો સમાવેશ થાય છે.

સીબીઆઈ એ બુધવારે અહેવાલ

આપ્યો હતો કે,” બે અધિકારીઓએ એક કર્મચારીને તેના ટ્રાન્સફર ઓર્ડરમાંથી મુક્ત કરવા, તેનો ઓક્ટોબર

પગાર પાસ કરવા અને તેના જાતિ પ્રમાણપત્રની ફરીથી ચકાસણી કરવા બદલ 15,000 રૂપિયાની લાંચ

માંગી હતી. ફરિયાદીને ધમકીઓ અને દબાણ દ્વારા, પહેલાથી જ 5,000 રૂપિયા વસૂલ કરવામાં આવી હતી.”

સીબીઆઈ એ ફરિયાદના આધારે,

15 ડિસેમ્બરે કેસ

નોંધ્યો હતો. તપાસ દરમિયાન,

લાંચની રકમ 12,5૦૦

રૂપિયામાં નક્કી થઈ હતી, જેમાંથી

સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટરે બીજા 2,5૦૦ રૂપિયા લીધા હતા. ત્યારબાદ, સીબીઆઈએ 16

ડિસેમ્બરે છટકું ગોઠવ્યું અને ફરિયાદી પાસેથી બાકીના 5,૦૦૦ રૂપિયાની

લાંચ માંગતી અને સ્વીકારતી વખતે બંને આરોપીઓને રંગે હાથે પકડી લીધા. બંનેની તે જ

દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈએ જણાવ્યું હતું કે,” કેસની વધુ તપાસ ચાલુ છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande