પ્રધાનમંત્રી મોદીને, ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.). ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકે, ભારત-ઓમાન સંબંધોમાં ઉત્કૃષ્ટ યોગદાન અને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, ઓર્ડર ઓફ ઓમાન એનાયત કર્યો. પ્રધાનમંત્રીએ, આ એવોર્ડ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી મ
પ્રધાનમંત્રી મોદીને, ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા


નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.). ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકે, ભારત-ઓમાન સંબંધોમાં ઉત્કૃષ્ટ યોગદાન અને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, ઓર્ડર ઓફ ઓમાન એનાયત કર્યો. પ્રધાનમંત્રીએ, આ એવોર્ડ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને સમર્પિત કર્યો. સુલતાન કાબૂસ બિન સઈદ દ્વારા 1970 માં સ્થાપિત, ઓર્ડર ઓફ ઓમાન જાહેર જીવન અને દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, આ એવોર્ડને ભારત અને ઓમાન વચ્ચેની સ્થાયી મિત્રતાની પુષ્ટિ ગણાવી. એવોર્ડની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ આ એવોર્ડ ભારત અને ઓમાન વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને સમર્પિત કર્યો છે. તેમણે તેને ભારતના 1.4 અબજ લોકો અને ઓમાનના લોકો વચ્ચેની હૂંફ અને સ્નેહનું પ્રતિબિંબ ગણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande