ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર
મસ્કત, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): ભારત અને ઓમાન વચ્ચે ગુરુવારે મસ્કતમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર હસ્તાક્ષર થયા. કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ માલ, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, તબીબ
ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, મંત્રી, કૈસ બિન મોહમ્મદ અલ યુસુફે, કરાર પર હસ્તાક્ષર કર્યા.


મસ્કત, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): ભારત અને ઓમાન વચ્ચે ગુરુવારે મસ્કતમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર હસ્તાક્ષર થયા. કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ માલ, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને ઓટોમોબાઇલ્સ સહિતના મુખ્ય નિકાસ ક્ષેત્રોને સંપૂર્ણ ટેરિફ નાબૂદીનો લાભ મળશે, જે ભારતની ઉત્પાદન અને નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી, કૈસ બિન મોહમ્મદ અલ યુસુફે, કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર શ્રમ-સઘન ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ આપશે, રોજગારીનું સર્જન કરશે અને એમએસએમઈ, કારીગરો અને મહિલા-નેતૃત્વ ધરાવતા સાહસોને મજબૂત બનાવશે. ગોયલે જણાવ્યું હતું કે, આ કરાર આપણા ખેડૂતો અને નાના વ્યવસાયોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના સંવેદનશીલ ક્ષેત્રોને રક્ષણ પૂરું પાડે છે. આ કરાર આઈટી, વ્યવસાય અને વ્યાવસાયિક સેવાઓ, આરએન્ડડી, શિક્ષણ, આરોગ્ય અને ઑડિઓ-વિઝ્યુઅલ સેવાઓ સહિત સેવાઓમાં વેપાર માટે એક વ્યાપક અને સ્વપ્નદ્રષ્ટા માળખું પૂરું પાડશે.

આ કરારની એક મુખ્ય વિશેષતા એ છે કે, કરાર આધારિત સેવા સપ્લાયર્સ માટે રોકાણનો સમયગાળો 90 દિવસથી વધારીને બે વર્ષ કરવામાં આવ્યો છે, જેમાં વધુ બે વર્ષનો વધારો થવાની શક્યતા છે. વાણિજ્ય મંત્રીએ સમજાવ્યું કે, ગતિશીલતાની જોગવાઈઓમાં વધારો થવાથી, એકાઉન્ટિંગ, કરવેરા, સ્થાપત્ય, તબીબી અને સંલગ્ન સેવાઓ જેવા મુખ્ય ક્ષેત્રોમાં આપણા કુશળ વ્યાવસાયિકો માટે વધુ રસ્તા ખુલશે. મુખ્ય સેવા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ માટે 100% વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ભારતીય પ્રતિભા માટે ઉચ્ચ-મૂલ્યની તકો ખોલશે.

ગોયલે કહ્યું કે, આ એક સંતુલિત અને મહત્વાકાંક્ષી કરાર છે, જે દ્વિપક્ષીય વેપારને વેગ આપશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે, નોકરીઓનું સર્જન કરશે અને લાંબા ગાળાની આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે, જે ભારતના સમાવેશી અને ટકાઉ વિકાસના વિઝનને અનુરૂપ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande