નાણા મંત્રાલયે 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકો માટે નવો લોગો લોન્ચ કર્યો
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ): નાણા મંત્રાલયે ગુરુવારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી ) માટે એક નવો લોગો લોન્ચ કર્યો, જે તેમને દેશભરમાં એક વિશિષ્ટ, આધુનિક અને સરળતાથી ઓળખી શકાય તેવી બ્રાન્ડ ઓળખ પ્ર
આરઆરબી લોગો


નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ): નાણા મંત્રાલયે ગુરુવારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી ) માટે એક નવો લોગો લોન્ચ કર્યો, જે તેમને દેશભરમાં એક વિશિષ્ટ, આધુનિક અને સરળતાથી ઓળખી શકાય તેવી બ્રાન્ડ ઓળખ પ્રદાન કરે છે.

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે 1 મે, 2025 થી અમલમાં આવતા એક રાજ્ય, એક આરઆરબી સિદ્ધાંત હેઠળ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) ને એકીકૃત કરી છે. આને પગલે, દેશના તમામ 28 આરઆરબી માટે એક સામાન્ય લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેથી એક અને એકીકૃત બ્રાન્ડ ઓળખ પૂરી પાડી શકાય. ગ્રામીણ સમુદાયોને સેવા આપતી આ સંસ્થાઓની ઓળખ અને દૃશ્યતાને મજબૂત બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.

નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સુધારો મજબૂત અને વધુ કાર્યક્ષમ પ્રાદેશિક ગ્રામીણ બેંકો બનાવવા તરફ એક નિર્ણાયક પગલું છે. હાલમાં, 28 આરઆરબી 700 થી વધુ જિલ્લાઓમાં 22,000 થી વધુ શાખાઓના વિશાળ નેટવર્ક દ્વારા રાષ્ટ્રની સેવા કરે છે. ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પ્રગતિ અને વિકાસની થીમને પ્રતિબિંબિત કરતો, આ લોગો આરઆરબી ના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. લોગોમાં ઉપર તરફ નિર્દેશ કરતુ તીર (પ્રગતિનું પ્રતીક) છે, જે ગ્રામીણ અર્થતંત્રોમાં વૃદ્ધિ, વિકાસ અને સતત પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.

નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, લોગોમાં હાથ (પોષણ નું પ્રતીક) ગ્રામીણ સમુદાયો પ્રત્યે સંવેદનશીલતા, સતત સમર્થન અને સહાય દર્શાવે છે. જ્યોત (જ્ઞાનનું પ્રતીક) ગ્રામીણ વસ્તીના સ્નેહ, જ્ઞાન અને સશક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેંકોના ઉદ્દેશ્યોને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે આરઆરબી લોગોના રંગો કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે. ઘેરો વાદળી રંગ નાણાં અને વિશ્વાસનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ જીવન અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande