
સાંબા, નવી દિલ્હી, 17 ડિસેમ્બર
(હિ.સ.) બુધવારે સાંબા જિલ્લાના માનસર નજીકના એક ગામમાં સ્થાનિક લોકોએ શંકાસ્પદ
વ્યક્તિઓને વિસ્તારમાં ફરતા જોયા ત્યારે ભયનો માહોલ છવાઈ ગયો. ગ્રામજનોએ તાત્કાલિક
પોલીસને જાણ કરી, જેના કારણે પોલીસ
ટીમોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
અધિકારીઓએ અહેવાલ આપ્યો કે,” ગામમાં અને તેની આસપાસ ત્રણ
અજાણ્યા વ્યક્તિઓ શંકાસ્પદ રીતે ફરતા જોવા મળ્યા હતા. આ માહિતીના આધારે, પોલીસે વિસ્તારને
ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ માનસર અને આસપાસના વિસ્તારોમાં,
પોલીસ અને અન્ય સુરક્ષા દળો સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
અસામાજિક અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિની શક્યતાને નકારી કાઢવા માટે, જંગલો, ખેતરો, નિર્જન રસ્તાઓ
અને અન્ય શંકાસ્પદ સ્થળોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” સુરક્ષા દળોને હાઇ એલર્ટ
પર રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ