ટ્રાઇ એ, આઈઆરડીએઆઈ દ્વારા નિયંત્રિત એકમો માટે 1600-શ્રેણીના નંબરો ફરજિયાત કર્યા
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.). દેશમાં વધતા સાયબર ગુનાઓ અને છેતરપિંડીના કોલ્સને રોકવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) એ, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઈઆરડીએઆઈ) દ્વારા નિયંત્રિત તમામ એકમોને 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સે
ટ્રાઇ


નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.). દેશમાં વધતા સાયબર ગુનાઓ અને છેતરપિંડીના કોલ્સને રોકવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) એ, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઈઆરડીએઆઈ) દ્વારા નિયંત્રિત તમામ એકમોને 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સેવા અને વ્યવહાર સંબંધિત કોલ્સ માટે 1600-શ્રેણીના નંબરોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રાલય અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગે બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (બીએફએસઆઈ) ક્ષેત્ર અને સરકારી સંગઠનોમાં '1600' શ્રેણીના નંબરો ફાળવ્યા છે. આજની તારીખમાં, આશરે 570 સંસ્થાઓએ 3,000 થી વધુ નંબરો પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.

ટ્રાઇ એ જણાવ્યું હતું કે, આ પગલાથી ગ્રાહકો સરળતાથી ઓળખી શકશે કે કોલ કોઈ વિશ્વસનીય નાણાકીય સંસ્થા તરફથી આવી રહ્યો છે કે નહીં અને પ્રમાણભૂત 10-અંકના નંબરો પરથી છેતરપિંડીભર્યા કોલનું જોખમ ઘટાડશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande