
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.): દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની
લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)
ની ચાર્જશીટ પર,
નોંધ લેવાનો ઇનકાર કર્યા બાદ બુધવારે સંસદ સંકુલમાં મકર દ્વાર પાસે વિરોધ પક્ષના
સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના સાંસદોએ આ ઘટનાને
કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગનો કેસ ગણાવ્યો, સરકાર પાસેથી જવાબો અને વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પાસેથી, માફી અને રાજીનામાની માંગ કરી. સાંસદોએ સત્યમેવ જયતે
(સત્ય સત્ય) લખેલા મોટા બેનરો પકડી રાખ્યા હતા અને વડા પ્રધાન માફી
માગો અને વડાપ્રધાન રાજીનામું આપો જેવા નારા લગાવ્યા હતા.
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, શશિ થરૂર, રાજીવ રંજન અને પપ્પુ યાદવ સહિત અનેક સાંસદોએ વિરોધ
પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે,” કોર્ટના
ચુકાદાથી સત્ય બહાર આવ્યું છે, અને કોંગ્રેસના કાર્યકરો હવે આ મુદ્દાને વધુ તીવ્ર બનાવશે.”
સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના સાંસદ
મણિકમ ટાગોરે કહ્યું કે,” કોર્ટે ઇડીના દુરુપયોગનો
સ્પષ્ટ જવાબ આપ્યો છે. છેલ્લા 10 વર્ષથી, સરકારે નેશનલ હેરાલ્ડ કેસ અંગે ખોટો પ્રચાર ફેલાવ્યો છે, અને હવે દિલ્હી
કોર્ટના નિર્ણયથી સત્ય બહાર આવ્યું છે.”
પત્રકારો સાથે વાત કરતા, શિવસેના (યુબીટી) જૂથના સાંસદ
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે”ઇડી સંપૂર્ણપણે સરકારના એજન્ડા પર,કામ કરી રહી હોય
તેવું લાગે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ન તો કોઈ તથ્યનો આધાર છે કે, ન તો કોઈ સત્ય, જેના કારણે
અદાલતોએ તેના પર પ્રશ્નો ઉભા કર્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ