વંડા (સાવરકુંડલા) ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ વંડા ગામ, તાલુકો સાવરકુંડલા ખાતે પ્રાંત અધિકારી, સાવરકુંડલાની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા તેમજ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સ
વંડા (સાવરકુંડલા) ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ


અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ વંડા ગામ, તાલુકો સાવરકુંડલા ખાતે પ્રાંત અધિકારી, સાવરકુંડલાની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા તેમજ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.

બેઠક દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સંલગ્ન આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, સ્ટાફની કામગીરી તથા દર્દીઓની ફરિયાદો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ દર્દીઓના હિતને પ્રાથમિકતા આપીને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

રોગી કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા હોસ્પિટલમાં પાણી, સફાઈ, લાઇટ, બેઠક વ્યવસ્થા તેમજ ઈમરજન્સી સેવાઓ અંગે પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગર્ભવતી મહિલાઓ, બાળ આરોગ્ય અને વૃદ્ધ દર્દીઓ માટે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકના અંતે પ્રાંત અધિકારીએ આરોગ્ય કર્મચારીઓને દર્દીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવા તથા સરકારી માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવા આહ્વાન કર્યું હતું. આ બેઠકથી આરોગ્ય સેવાઓમાં વધુ સુધારાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande