ઝઘડિયાના રાજપારડી વિસ્તારના ગામોમાંથી 10 લાખની વિજચોરી ઝડપાઇ
- વિજિલન્સ વિભાગની 12 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરો ઉંઘતા ઝડપાયા ભરૂચ, 19 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી વિસ્તારના ગામોમા ડી.જી.વી.સી.એલ.ના વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી
ઝઘડિયાના રાજપારડી વિસ્તારના ગામોમાંથી 10 લાખની વિજચોરી ઝડપાઇ


ઝઘડિયાના રાજપારડી વિસ્તારના ગામોમાંથી 10 લાખની વિજચોરી ઝડપાઇ


ઝઘડિયાના રાજપારડી વિસ્તારના ગામોમાંથી 10 લાખની વિજચોરી ઝડપાઇ


- વિજિલન્સ વિભાગની 12 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરો ઉંઘતા ઝડપાયા

ભરૂચ, 19 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી વિસ્તારના ગામોમા ડી.જી.વી.સી.એલ.ના વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી પાડી હતી. લોકો શિયાળાની ઋતુમાં મીઠી નિંદરમાં હતા ત્યારે ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમો ત્રાટકી હતી અને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ ગામોના વીજ ગ્રાહકોના જોડાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજપારડી, વણાકપોર,તરસાલી,ભાલોદ, વિગેરે ગામોમાં ચેકિંગ દરમિયાન 18 જેટલા વીજ જોડાણો ક્ષતિગ્રસ્ત જણાતા વીજચોરી થઇ હોવાનું જણાતા આ ગ્રાહકોને કુલ રૂપિયા 10 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની ટીમો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે 13 જેટલા વાહનોના કાફલાએ કુલ 261 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા, જેમાં 18 જેટલાં વીજ મીટરોમાં ચેડા કરાયા હોવાનું તેમજ અન્ય અવનવી તરકીબો વાપરી વીજચોરી કરવ‍ામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આકસ્મિક થયેલ વીજ ચેકિંગથી વીજચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande