




ભરૂચ, 19 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચમાં સરદાર વલ્લભભાઈ પટેલની જીવન ગાથા પર નાટ્ય પ્રસ્તુતિમાં ફક્ત બે કલાકમાં એમના જીવનના અમુક પ્રસંગોને આવરીને સચોટ અને માર્મિક સંવાદો દ્વારા, સુંદર રીતે અભિનીત, સતત જકડી રાખતી હતી. વડીલ, યુવા ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ વાંચનના અભાવે, ટૂંકમાં જ સરદાર પટેલ વિશે જાણવા, વિચારવા પ્રેરે એવું આ નાટક છે.
જાણીતા એવા પ્રસંગો તો આવે જ, પણ દીકરી મણીબેન, બાપુ, વલ્લભભાઈ, ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહજી અને એમના 1800 પાદરને સૌ પહેલા રાષ્ટ્રને અર્પણ કરે ત્યારે એમના ધર્મપત્નીને મળેલ ગોંડલ રાજના ભાગ માટે પુછે એ સંવાદ કે દિકરા ડાહ્યાભાઈ જ્યારે ગૃહપ્રધાન સરદાર પટેલને મળવા આવે છે એ સંવાદ તો હાજર હોઈએ ત્યારે જ એનો અહેસાસ થાય એટલું લાક્ષણિક હતું.
ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ અને સાયન્સ કોલેજના, 1960 માં નિર્મિત, લગભગ 1000 ની ક્ષમતા વાળા ભવ્ય અતુલાનંદજી ઓડિટોરિયમની અંદર 300 (એમાં 150 જેટલા કોલેજના વિદ્યાર્થીઓ) જેટલા પ્રેક્ષકોની હાજરી હતી ત્યારે સૌના સરદાર હોય તેમ પાટીદાર સમાજ પણ હાજર હતો.
સરદાર પટેલે પોતે કોઈ દિવસ પાટીદાર તરીકે પ્રસ્તુત નહોતા કર્યા એ સારું થયું અને સરકારે પણ સરદાર પટેલના નામે કોઈ પણ ટ્રસ્ટ ન નોંધવાનો આદેશ વર્ષોથી આપ્યો છે તે યથાર્થ લાગે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ