હરિદ્વાર ફ્રી સેવા છેતરપિંડી કેસમાં ફરાર આરોપી ઝડપાયો, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની ધરપકડ કરવામાં આવી
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં “હરિદ્વાર ફ્રી સેવા”ના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર આરોપી લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર ઉર્ફે કેતનકુમાર અશોકકુમાર લખવારાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પંજાબથી વિસનગર આવતો હોવ
હરિદ્વાર ફ્રી સેવા છેતરપિંડી કેસમાં ફરાર આરોપી ઝડપાયો, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની ધરપકડ કરવામાં આવી


પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં “હરિદ્વાર ફ્રી સેવા”ના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર આરોપી લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર ઉર્ફે કેતનકુમાર અશોકકુમાર લખવારાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પંજાબથી વિસનગર આવતો હોવાની બાતમી મળતાં ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તે પ્રવાસ અને ધાર્મિક કથાની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો. લક્ઝરી બસ આવવાની ખોટી વાતો કરીને પ્રવાસની તારીખે ફોન બંધ કરી ફરાર થઈ જતો હતો. અલગ-અલગ નામ અને સીમકાર્ડ વાપરી તે લોકોમાં ભ્રમ ફેલાવતો હતો.

લાલાભાઇવિરુદ્ધ રણુંજ પોલીસ સ્ટેશનમાં BNNS કલમ 316(2) અને 318(4) મુજબ ગુનો નોંધાયેલ છે. ઉપરાંત તેના વિરુદ્ધ અગાઉ વસઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં IPC કલમ 406, 420, 120(બી) તથા જાદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં BNNS કલમ 318(3) મુજબ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande