
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) કલાનગરી પોરબંદરમાં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ત્યારે આ શ્રૃંખલામાં આગામી તારીખ 20 મી ડિસેમ્બરના રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદરના યુવા ફોટોગ્રાફર શ્યામ લખાણીના કેમેરાની આંખે કંડારેલ અદભૂત ફોટોગ્રાફનું પ્રદર્શન THROUGH MY EYES નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન
મોઢવાડિયાના વરદ હસ્તે કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યૂ.જાડેજા, પોરબંદર મનપા કમિશ્નર એચ.જે.પ્રજાપતિ તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આગામી 22 ડિસેમ્બર સુધી યોજાનારા આ પ્રદર્શનનો લાભ લેવા ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ તથા નવરંગ કલા પ્રતિષ્ઠાન દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya