
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : હાલ આંતરરાષ્ટ્રીય સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે હતો ત્યારે તેનો અંતિમ પ્રવાસ જામનગરમાં અનંત અંબાણી સાથેની મુલાકાત બાદ પૂર્ણ થયો હતો. મેસ્સીની અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર, વંતારાની મુલાકાત દરમિયાન, આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ અતિ દુર્લભ રિચાર્ડ મિલે ઘડિયાળ પહેરેલી જોવા મળી હતી.
નિરીક્ષકોએ નોંધ્યું હતું કે, મેસ્સી ઘડિયાળ વિના આવ્યો હતો, પરંતુ પાછળથી તે રિચાર્ડ મિલ RM 003-V2 GMT ટુરબિલોન 'એશિયા એડિશન' પહેરેલો જોવા મળ્યો હતો, જે મર્યાદિત-આવૃત્તિની માસ્ટરપીસ છે. જેમાં વિશ્વભરમાં ફક્ત 12 ટુકડાઓ બનાવવામાં આવ્યા છે. કાળા કાર્બન કેસ અને સ્કેલેટન ડાયલ ધરાવતી આ ઘડિયાળની કિંમત USD 1.2 મિલિયન, આશરે રૂ. 10,91,68,020 છે.
આ લક્ઝુરિયસ ઘડિયાળે તરત જ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું, જે મેસ્સી અને અનંત અંબાણી વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક હોવાનું કહેવાય છે. આ ક્ષણમાં, અનંત અંબાણી પોતે અત્યાર સુધીની સૌથી વિશિષ્ટ ઘડિયાળોમાંની એક, રિચાર્ડ મિલ RM 056 સેફાયર ટુરબિલોન પહેરેલા જોવા મળ્યા, જે એક અનોખી રચના છે જેની કિંમત USD 5 મિલિયન, આશરે રૂ.45.59 કરોડ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt