
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામો માટે રૂ.85 કરોડના ચેકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મેયર, કમિશ્નર સહિત પદાધિકારીઓને અપર્ણ કરવામાંકરવામાં આવ્યો હતો. આ વિકાસ ભંડોળ શહેરના વિકાસને નવી દિશા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાર્યક્રમ યોજીને વિકાસ પ્રોજેક્ટ્સ માટે વર્તમાન 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો કુલ રૂ.2,132 કરોડ, નવા રચાયેલા નવ મ્યુનિસિપલ કોર્પોરેશનોને કુલ રૂ. 390 કરોડ, તદુપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ રૂ. 308 કરોડ મળીને કુલ રૂ.2.800 કરોડના ચેક આપ્યા હતા.
શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત આ ભંડોળ આપવામાં આવ્યું હતું. જેમાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 85 કરોડનો ચેક મુખ્યમંત્રીના હસ્તે મેયર, કમિશ્નર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસ્કપક્ષના નેતા, દંડકને અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કલાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા મહાનગરોએ તથા નગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ, ગ્રીન મોબિલિટી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્વચ્છતામાં લીડ લીધી છે તથા સરક્યુલર ઈકોનોમીને વેગ આપવા ચાર આર-રિડયૂસ, રિયૂઝ, રિસાઇકલ અને રિકવર ઉપર આપણે ફોકસ કર્યું છે. મહાનગરપાલિકાના વિકાસકાર્યો માટે વધારે નાણાં વાપરવા તેમની ક્ષમતા વધારવાની છે. એમને ગુણવતા અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા પણ મુખ્યમંત્રી જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા, શહેરી વિકાસ અગ્રસચિવ એમ.થેનનારાસનના હસ્તે જામનગર મહાનગરપાલિકાના વિકાસના કામો માટે રૂ. 85 કરોડનો ચેક મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા,શાસ્કપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા અને કમિશ્નર ડી.એન.મોદીને અપર્ણ કરવામાં આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt