

પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.)મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ તેમજ વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાના કડક અમલ માટે પાટણ SOGની ટીમે કાર્યવાહી શરૂ કરી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, SOGએ જડિયાની ખડકીમાં મોઢેશ્વરી ગોલ્ડ પેલેસની દુકાન અને તિરુપતિ કોમ્પ્લેક્ષ પાછળ વિજય સિનેમા સામેના વિસ્તારમાં દરોડા કર્યા. આ તપાસમાં પોલીસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 153 ફીરકીઓ મળી, જેની કુલ કિંમત ₹30,600 હતી.
આ ઘટના પછી ભાવિક વિષ્ણુભાઈ સોનેજા અને જયદીપજી ભરતજી જેણાજી ઠાકોરને ધરપકડ કરવામાં આવી. આરોપીઓ વિરુદ્ધ B.N.S. કલમ 223 હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી માટે પાટણ સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા. આ સફળ કામગીરી SOG ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી અને પી.એસ.આઈ. ડી.કે. ચૌધરીની ટીમે કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ