
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) ખરીફ વર્ષ 2025-26દરમ્યાન મગફળી, મગ, અડદ તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા 09/11/2025થી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ફાળવાયેલા ખરીદ કેન્દ્રો ખાતે ખરીદીની કામગીરી સુચારુ રીતે ચાલે તેમજ ખેડૂતોને આવતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ મળી રહે તે હેતુથી પોરબંદર જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવ યોજનાના અસરકારક અમલીકરણ તથા સઘન મોનીટરીંગ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરથી કાર્યરત કરાયેલા આ કંટ્રોલ રૂમ મારફતે ખેડૂતોની રજૂઆતો અને પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya