પાટણ-સરસ્વતી તાલુકામાં પીએમ પોષણ યોજના અંતર્ગત સંચાલકો માટે ફૂડ સેફ્ટી અને ફોર્ટિફાઇડ ભોજન તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ અને સરસ્વતી તાલુકાની શાળાઓમાં PM પોષણ (MDM) યોજના અંતર્ગત સુરક્ષિત તથા ફોર્ટિફાઇડ ભોજન સુનિશ્ચિત કરવા માટે સંચાલકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બુધવારે જિલ્લા PM પોષણ યોજના કચેરી પા
પાટણ–સરસ્વતી તાલુકામાં PM પોષણ યોજના અંતર્ગત સંચાલકો માટે ફૂડ સેફ્ટી અને ફોર્ટિફાઇડ ભોજન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ–સરસ્વતી તાલુકામાં PM પોષણ યોજના અંતર્ગત સંચાલકો માટે ફૂડ સેફ્ટી અને ફોર્ટિફાઇડ ભોજન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ અને સરસ્વતી તાલુકાની શાળાઓમાં PM પોષણ (MDM) યોજના અંતર્ગત સુરક્ષિત તથા ફોર્ટિફાઇડ ભોજન સુનિશ્ચિત કરવા માટે સંચાલકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બુધવારે જિલ્લા PM પોષણ યોજના કચેરી પાટણ, જિલ્લા પુરવઠા નિગમ પાટણ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર – પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મધ્યાહન ભોજનના લાભાર્થી બાળકોને સુરક્ષિત અને પોષણયુક્ત ભોજન પૂરૂં પાડવાનો હતો.

તાલીમ દરમિયાન ફૂડ સેફ્ટી અને PM પોષણ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં વ્યક્તિગત સ્વચ્છતા, કાર્યસ્થળ અને રસોડાની સફાઈ, ખોરાક તૈયાર કરતી વખતે રાખવાની તકેદારી, વાસણો અને સ્ટોરની સ્વચ્છતા, ખોરાકને અસુરક્ષિત બનાવતા જોખમો તેમજ બાળકોમાં હાથ ધોવાની અને સ્વચ્છતા જાળવવાની જાગૃતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

PM પોષણના સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી વિપુલ ઠાકરે ફોર્ટિફાઇડ ખોરાકના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડબલ ફોર્ટિફાઇડ મીઠું, ફોર્ટિફાઇડ તેલ અને ફોર્ટિફાઇડ ચોખાનો ઉપયોગ કુપોષણ સામે કેવી રીતે અસરકારક છે તે સમજાવ્યું હતું. સાથે જ ફોર્ટિફાઇડ ખાદ્યપદાર્થોને ઓળખવાની અને તેની ચકાસણી કરવાની પદ્ધતિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી, ફૂડ સેફ્ટી ઓફિસર, જિલ્લા પુરવઠા મામલતદાર, પાટણ અને સરસ્વતીની MDM ટીમ, I/c CDPO તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 240 જેટલા મધ્યાહન ભોજન સંચાલકોએ તાલીમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સંચાલકોએ શીખેલા મુદ્દાઓનું શાળાઓમાં અમલીકરણ કરી મધ્યાહન ભોજનને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande