

પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજનાના ભાગરૂપે અને પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા (ATMA)ના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના રોજીવાડા ગામ ખાતે જિલ્લા અંદર તાલીમ ઘટકની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન અપાયું હતું
કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ ટીમ મેનેજર ભરત ગોસ્વામી દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો જેમ કે જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ તથા અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર અંગે ખેડૂત ભાઈઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રવિ પાકોમાં પિયત તથા બિન પિયત ચણા પાકને પ્રાકૃતિક પદ્ધતિથી સફળતાપૂર્વક કેવી રીતે ઉગાડવા તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya