ચાણસ્મા પંથકમાં કાતરાનો ઉપદ્રવ ચાલુ રહેશે તો રવિ સિઝન નિષ્ફળ જવાની શક્યતા
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પંથકના સીમ વિસ્તારમાં કાતરાનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે, જેના કારણે રવિ સિઝનના પાકો અને શિયાળુ શાકભાજીના વાવેતરમાં મોટા નુકસાનની ભીતિ ઉભી થઈ છે. હાલ એરંડા, જીરું, રાયડો અને અજમો જેવા રવિ પાકો મધ્ય અવસ્થામાં છે, જ
ચાણસ્મા પંથકમાં કાતરાનો ઉપદ્રવ ચાલુ રહેશે તો રવિ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા


પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પંથકના સીમ વિસ્તારમાં કાતરાનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે, જેના કારણે રવિ સિઝનના પાકો અને શિયાળુ શાકભાજીના વાવેતરમાં મોટા નુકસાનની ભીતિ ઉભી થઈ છે. હાલ એરંડા, જીરું, રાયડો અને અજમો જેવા રવિ પાકો મધ્ય અવસ્થામાં છે, જ્યારે નાના પ્લોટમાં વાવેલી ઝાલર, પાપડી, રવૈયા, વાલોળ, મેથી, પાલક, મૂળા, મોગરી અને લસણમાં પણ ઇયળો દેખાઈ રહી છે. કાતરા પાનનો રસ ચૂસી લેતા હોવાથી પાકને પૂરતું પોષણ મળતું નથી અને ઉત્પાદન ઘટવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને એરંડાના પાકમાં કાતરાના ઉપદ્રવથી ઉતારમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, તેમજ આવી જ અસર અન્ય પાકો અને શાકભાજીમાં પણ થઈ શકે છે.

ચોમાસામાં ભારે વરસાદને કારણે ચાણસ્મા પંથકના ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ હતી, જેથી રવિ સિઝનના રોકડિયા પાકો પર આશા હતી. રૂપપુરના ખેડૂત ભરતભાઈ પટેલ અને ચંદુમાણાના ખેડૂત અશ્વિનભાઈ વ્યાસે જણાવ્યું કે, જો કાતરાનો ઉપદ્રવ ચાલુ રહેશે તો રવિ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande