

પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા દૂષણને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સમગ્ર જિલ્લામાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જિલ્લામાં આવેલા પાન પાર્લર, મેડિકલ સ્ટોર્સ, ચાની કીટલીઓ અને કરિયાણા સ્ટોર્સ સહિત કુલ 198 શંકાસ્પદ સ્થળો પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નશીલા પદાર્થોના સેવન સંબંધિત સામગ્રી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
તપાસમાં 14 સ્થળો પરથી ગોગા સ્મોકિંગ રોલ્સ, ફિલ્ટર રોલિંગ પેપર સહિત નશીલા સેવન માટે ઉપયોગમાં લેવાતા પદાર્થો મળી આવ્યા હતા. SOG ટીમે આ તમામ સામગ્રી જપ્ત કરી સંકળાયેલા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ