

ગાંધીનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે યોજાઈ હતી.
સંતોની રવેડી લાઇવ સ્ટ્રીમિંગ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા, ફૂડ ચેકીંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સુદ્રઢ વ્યવસ્થા કરવા તેમજ શહેરના મહત્વના સ્થળો પર સુશોભન વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની તમામ બાબતો પર બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પદાધિકારીઓ, સાધુ સંતો, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ