
જુનાગઢ 18 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ સંચાલીત રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાત ભરમાંથી ૦૪ વય ગ્રુપ સીનીયર ભાઈઓ, જુનીયર ભાઈઓ, સીનીયર બહેનો, જુનીયર બહેનો મળીને કુલ ૩૦ જિલ્લામાંથી ૧૩૭૭ સ્પર્ધકોની અરજી આવેલ છે. જેમાં સિનિયર બોયઝની ૬૦૨, જુનિયર બોયઝની ૩૪૫ મળીને કુલ ૯૪૭ અને સિનિયર ગર્લ્સની ૧૬૧ અને જુનિયર ગર્લ્સની ૨૬૯ મળીને કુલ ૪૩૦ અરજીઓ આવી છે.
આ સ્પર્ધા તા.૦૪/૦૧/૨૦૨૬ ના યોજાશે. રીપોર્ટીંગ તારીખ ૦૩/૦૧/૨૦૨૬ના રોજ બપોર પછી ૦૩:૦૦ કલાકે સીનીયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા , જુનીયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી , સીનીયર-જુનીયર બહેનો માટે ભરવાડ સમાજની વાડી , ભવનાથ તળેટી , જુનાગઢ ખાતે પસંદગી પામેલ ખેલાડીઓએ રિપોટિંગ કરવાનું રહેશે. આ સ્પર્ધાની પસંદગી યાદી તથા રદ થયેલ નામોની યાદી તથા સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી Dydo junagadh ફેસબુક આઈ.ડી. પર મુકવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં મુકવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ