
જૂનાગઢ 18 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો દ્વારા http//ikhedut.gujarat.gov.in પોર્ટલ પર વિવિધ ઘટકોમાં ઓનલાઈન અરજી કરેલ હોય તેમજ જે ખેડૂતોને અત્રેની કચેરી ખાતેથી મંજૂરી આપેલ હોય તે તમામ ખેડૂતોને જણાવવાનું કે, મંજુરીપત્રમાં દર્શાવ્યા મુજબના તમામ સાધનિક કાગળો http//ikhedut.gujarat.gov.in પોર્ટલ પર વહેલીતકે ઓનલાઈન અપલોડ કરવા. જેથી નિયમોનુસાર સહાયની ચુકવણી માટેની આગળની કાર્યવાહી થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ