
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન વધુ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ઠગને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે.
જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદ નો ઉમેરો થયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 9.60 લાખ નું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
સરકાર પક્ષે સિટી સી-ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ ધોણીયા, ઉપરાંત વિપુલ મોહનભાઈ વસોયા, શાહીદ ખફી, તેમજ સદ્દામ બશીરભાઈ ખફી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ ચારેય દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 9,60,000 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. મહત્વનું છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓ સામે 24 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt