

પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) રાણાવાવના ખીજદડ ગામે થયેલી લુંટમાં ગયેલ સોનું તેરા તુજકો અર્પણ અંતર્ગત મુળ માલિકને પરત સોપવામાં આવ્યુ છે.
28.7.2025 ના રોજ અજાણ્યા છ આરોપીઓ ફરીયાદીના કબ્જા ભોગવટાના ૨હેણાંક વાડી મકાનમાં ગુન્હો ક૨વાના ઈરાદે પ્રાણઘાતક હથીયાર છરીઓ ધારણ કરી ફરિયાદીના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને પાણી આપવાનુ કહી ઢીકાપાટુનો મારમારી મોઢે મુંગો દઈ ફરિયાદીના પત્નિ પમીબેનને તથા ફરિયાદીના દિકરાની વહુ જશુબેનને મોઢે મુગો દઈ ફરિયાદીના પૌત્ર દક્ષ, વાળાને ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી પમીબેન બચાવવા વચ્ચે પડતા આરોપીએ છરી વડે પમીબેનને બન્ને હાથના આંગળીઓમાં છરીના ઘા મારી ગંભીર ઇજા કરી તથા ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામને રૂમમાં પુરી દઈ બહારથી દરવાજાનો આગરીયો બંધ કરી બન્ને રૂમમાં રાખેલ અલગ-અલગ કબાટોના લોક તોડી તેમજ ચાવી વડે ખોલી કબાટમાં રહેલ સોનાના દાગીના જેમા સોનાના મંગલસુત્ર-4, સોનાના પેંડલ સેટ-૩, સોનાના ચેઈન-2, સોનાની વીંટી નંગ- 4, સોનાની લક્કી-1 જે લક્કીમાં શીવલીંગ તથા ઓમની ડીઝાઈન રૂદ્રાક્ષના પારાવાળી, સોનાની બુટ્ટી જોડી-2 મળી સોનાના દાગીના આશરે 27 તોલા જેની આશરે કી.રૂ.18,90,000 તથા રોકડ રૂપીયા 80,000 મળી કુલ રૂપીયા-19,70,000નો મુદામાલ અજાણ્યા છ આરોપીઓ બળ પ્રયોગ કરી ધાડ પાડી લુટ કરી નાશી ગયેલાના બનાવના તમામ આરોપીઓને સત્વરે ટીમવર્કથી શોધી કાઢી 100% મુદામાલ રીકવર કરવામાં આવેલ.જે મુદામલ પૈકી કુલ-7 તોલા સોનુ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને સુપ્રત કરવામાં આવેલ છે.જેમા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય સુરજીત મહેડુ તથા પોલીસ ઇન્સપેક્ટર રાણાવાવ પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પોરબંદર જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya