
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિલા પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને દિશાબેનના પિતાના સાગરીતો એવા ચાર શખ્સોએ આવીને મોડી રાત્રે ઘરમાં હંગામો મચાવ્યો હતો અને તોડફોડ કરી નાખી હતી. ધારીયું, લાકડી પાઈપ ધોકા જેવા હથિયારો સાથે ધસી આવેલા ચાર શખ્સોએ દિશાબેનના ઘરના બારી બારણાંના કાચ તોડી નાખ્યા હતા. જયારે બહાર પાર્ક કરેલું એક સ્કુટર, કે જેમાં પણ તોડફોડ કરી નુકશાની પહોંચાડી હતી,અને ધાકધમકી આપી ભાગી છુટયા હતાં.
આ મામલે દિશાબેન મયુરભાઈ ખૂંટીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાના ઘરમાં તોડફોડ કરવા અંગે પ્રેમસિંહ મોરી, વિજયભાઈ ભલાભાઈ વાઘેલા, રાજુભાઈ કુછડીયા, અને મુરુભાઈ ખૂંટી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિશાબેન કે જેમણે આજથી અઢી મહિલા પહેલા મયુરભાઈ કારાભાઈ ખૂંટી સાથે પોરબંદરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ અમરાપર મયુરભાઈની વાડીમાં આવીને ખેતીકામ કરતા હતા. જે દરમિયાન દિશાબેનના પિતાના ચાર સાગ્રીતોએ પ્રેમલગ્નનો ખાર રાખીને હંગામો મચાવ્યો હોવાનું અને નુકશાની પહોંચાડયું હોવાનું પોલીસમાં જાહેર કયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt