
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) એ નવેમ્બરમાં,
સુરત શહેર અને ગુજરાતના આસપાસના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સેવાઓની ગુણવત્તા પર
હાથ ધરાયેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (આઈડીટી) નો રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જીઓ અને
એરટેલ એ, વોઇસ અને ડેટા
સેવાઓમાં સારું પ્રદર્શન કર્યું, જ્યારે જીઓએ 5જી અને 4જી ડેટા ગતિમાં આગળ
રહ્યા.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રાલય અનુસાર, રિલાયન્સ જીઓઅને વોડાફોન-આઈડીયા(વીઆઈ) એ 2જી અને 3જી વોઇસ સેવાઓમાં 100 ટકા કોલ સક્સેસ
રેટ હાંસલ કર્યો, જ્યારે એરટેલનો કોલ સક્સેસ
રેટ 99.55 ટકા અને બીએસએનએલનો 92.82 ટકા હતો. એરટેલ અને
વોડાફોન-આઈડીયાનો કોલ
ડ્રોપ રેટ શૂન્ય હતો.જ્યારે જીઓનો 0.15 ટકા અને બીએસએનએલનો
4.10 ટકા હતો. વોડાફોન-આઈડીયા
એ માનક મીન ઓપિનિયન સ્કોર (એમઓએસ) માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જે કોલ ગુણવત્તાનું માપ છે, 4.48 ના સ્કોર સાથે.
ડેટા સેવાઓ (5જી,
4જી, 3જી, 2જી) ના ઓટો-સિલેક્શન
મોડ્સમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં રિલાયન્સ જિયો 279.36 એમબીપીએસ સાથે
પ્રથમ ક્રમે છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 149.11 એમબીપીએસ હતી.જ્યારે વોડાફોન
આઈડિયાની 45.02 એમબીપીએસ હતી, અને બીએસએનએલની 4.83 એમબીપીએસ હતી.
જિયો 46.54 એમબીપીએસ સાથે
અપલોડ સ્પીડમાં પણ આગળ છે. લેટન્સીના સંદર્ભમાં વોડાફોન આઈડિયા અને જિયોએ અન્ય
કંપનીઓ કરતાં સારું પ્રદર્શન કર્યું.
ટ્રાઈની જયપુર પ્રાદેશિક કચેરી દ્વારા નિયુક્ત એજન્સીએ, 3 થી 7 નવેમ્બર દરમિયાન
ગુજરાત લાઇસન્સ એરિયા (એલએસએ) માં ડ્રાઇવ ટેસ્ટ હાથ ધર્યો હતો. આ ટેસ્ટમાં 412 કિલોમીટર શહેર
ડ્રાઇવ, 14 હોટસ્પોટ સ્થાનો
અને 2 કિલોમીટર
ચાલવાનો સમાવેશ થતો હતો. પરીક્ષણમાં ડાયમંડ નગર, ઉધના, ભેસ્તાન, સચિન, પાંડેસરા, વેસુ, અડાજણ, રાંદેર, કતારગામ, મોટા વરાછા, ન્યુ સિટી લાઇટ અને પાર્લે પોઇન્ટ સહિત સુરત શહેરના મુખ્ય
વ્યાપારી અને રહેણાંક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ