ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એકાઉન્ડ ભાડે આપનાર શખ્સ ઝડપાયો.
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરમાં ભાડુતી બેન્ક એકાઉન્ટના કુલ બે ગુન્હા નોંધાયા હતા જેમાંથી એક ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ ત્રણ ઇસમોને પકડી લીધા બાદ હવે જૂનાગઢના મંડલીકપુર ખાતે રહેતા અને વીડિયો શુટીંગનો વ્યવસાય કરતા શખ્શની સંડોવણી બહ
ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એકાઉન્ડ ભાડે આપનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરમાં ભાડુતી બેન્ક એકાઉન્ટના કુલ બે ગુન્હા નોંધાયા હતા જેમાંથી એક ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ ત્રણ ઇસમોને પકડી લીધા બાદ હવે જૂનાગઢના મંડલીકપુર ખાતે રહેતા અને વીડિયો શુટીંગનો વ્યવસાય કરતા શખ્શની સંડોવણી બહાર આવતા તેની પણ ધરપકડ થઇ હતી.

ગુજરાત રાજ્યમાં થઇ રહેલા સાયબર ફ્રોડના બનાવોને રોકવા તેમજ બનતા અટકાવવાના હેતુથી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સાથે થયેલ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયેલા જેના સંદર્ભે ચેક વિડ્રો તથા એ.ટી.એમ. વીડ્રોનો ડેટા એક્ષેલ ફાઇલમાં બીડાણ સ્વરૂપે ઇ-મેઇલ મારફતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોમ ડીપાર્ટમેન્ટ તરફથી પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હાથ ધરવામાં આવેલ જેમાં મ્યુલ એકાઉન્ટની તપાસ કરતા એસ.બી.આઇ.ના એકાઉન્ટ વિરૂધ્ધમાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ -6 કમ્પલેઇન દાખલ થયેલ હોય અને રૂા. 7,50,000 જેટલી રકમ બેન્ક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે એ.ટી.એમ., આઈ.એમ.પી.એસ., પી.ઓ.એસ. દ્વારા કે.વાય.સી. ધારક અને સહ આરોપીઓ દ્વારા ઉપાડી લીધેલ હોય જેથી 14-12-2025 ના રોજ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુન્હા તથા બી.એન.એસ. એકટની કલમ 2023ની કલમ તથા આઇ.ટી.એકટ 2000ની કલમ મુજબ ગુન્હો બેન્ક એકાઉન્ટ ધારક તથા તેને મદદ કરનાર સહઆરોપીઓ વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.આર. ચૌધરી દ્વારા સંભાળેલ અને ગણતરીના કલાકોમાં બેન્ક એકાઉન્ટ ધારક અને અન્ય બે સહઆરોપીઓ સાથે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ હોય અને ચોથો આરોપી જય ગોપાલ રામોલીયા જાતે પટેલ ધંધો વીડિયો શુટીંગ, જુનાગઢવાળાને શોધી ગુન્હાના કામે અત્યાર સુધીમાં ચાર આરોપીઓને અટક કરી આગળની પૂછપરછ અને તપાસ કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande