લાઠી તાલુકાના લાલજી દાદાના વડલા ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા લાલજી દાદાના વડલા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના ફાયદા તેમજ ખર્ચ ઘટ
લાઠી તાલુકાના લાલજી દાદાના વડલા ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ


અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા લાલજી દાદાના વડલા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના ફાયદા તેમજ ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) તેમજ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રિન્સિપાલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહેમાનો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓના અતિશય ઉપયોગથી થતા નુકસાન અંગે સમજાવવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉર્વરાશક્તિ કેવી રીતે જાળવી શકાય તે બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રિન્સિપાલ જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. ટીડીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોને મળતી સહાય અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. આ તાલીમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ વધ્યો હોવાનું જણાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande