પોરબંદર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે.
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન માટે આગામી 10 થી 12 જાન
પોરબંદર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે.


પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન માટે આગામી 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટ ખાતે મુખ્ય કોન્ફરન્સ યોજાનાર છે.

આ કચ્છ-સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સના આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન આગામી .19 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ તાજાવાલા હોલ, એમ.જી. રોડ, પોરબંદર ખાતે સવારે 9.00 કલાકે યોજાશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમાર સહિતના પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણી ઉદ્યોગકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

.19 થી 21 ડિસેમ્બર, 2025વદરમિયાન આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહ, વિવિધ વિભાગોના પ્રદર્શન, ઉદ્યોગ અને વિકાસને લગતા વિવિધ વિષયો પર સત્રો તેમજ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન હસ્તકળા, હાથશાળ, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતપેદાશો, બાગાયત, ખેતીવાડી વિભાગ, પી.જી.વી.સી.એલ., રોજગાર વિભાગ તેમજ સખીમંડળના વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવશે. ઉપરાંત મહિલા સ્વદેશી મહોત્સવ-2025 તથા સ્વદેશી નારી મેળાનું પણ વિશેષ આયોજન કરાયું છે.

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મરીન રિસોર્સીસ અને બાયોટેકનોલોજી સંબંધિત સાવલી ઇન્ક્યુબેશન સેન્ટર, GSBTM, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી (NIO), TERI GTU, EDI સહિતની સંસ્થાઓ દ્વારા નિષ્ણાત વ્યાખ્યાનો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ફિશરીઝ, ઇન્ડસ્ટ્રીઝ, હોટલ ઇન્ડસ્ટ્રીઝ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગકારો તથા સ્ટાર્ટઅપકર્તાઓને માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો છે. જેના પરિણામે લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોનો વ્યાપાર વિસ્તારશે અને જિલ્લા તેમજ રાજ્યના આર્થિક વિકાસને નવી દિશા મળશે.

ઉદ્યોગકારો અને ખેડૂતોને મરીન, ફૂડ પ્રોસેસિંગ, બાયોટેક, બ્લુ ઇકોનોમી, એગ્રી પ્રોડક્ટ્સ, શિપિંગ સહિતના ક્ષેત્રોમાં વધુમાં વધુ લાભ મળી રહે તથા MSME ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશેષ તજજ્ઞો દ્વારા ઉપયોગી વિષયો પર એક્સપર્ટ લેકચર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande