જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં રવિપાકનું 82.26 ટકા વાવેતર થયું
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં ગત ઓકટોબરના અંતિમ દિવસોથી આરંભ બાદ રવિ પાકનુ વાવેતર ડીસેમ્બર માસના બીજા સપ્તાહ સુધીમાં 82.26 ટકા જેટલુ પૂર્ણ થયુ છે.જેમાં જામનગર જિલ્લામાં અંદાજીત 1.66 લાખ હેકટર પૈકી1.31 લાખ હેકટર વાવણી પુરી થઈ છે.જેમ
પાક


જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં ગત ઓકટોબરના અંતિમ દિવસોથી આરંભ બાદ રવિ પાકનુ વાવેતર ડીસેમ્બર માસના બીજા સપ્તાહ સુધીમાં 82.26 ટકા જેટલુ પૂર્ણ થયુ છે.જેમાં જામનગર જિલ્લામાં અંદાજીત 1.66 લાખ હેકટર પૈકી1.31 લાખ હેકટર વાવણી પુરી થઈ છે.જેમાં સૌથી વધુ ચણાનુ અનુક્રમે 71 હજાર હેકટરમા વાવેતર થયુ છે.જયારે બીજા ક્રમે ઘઉ બાદ જીરૂ અને ધાણાનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લામાં ગત ઓકટોબર માસના અંતિમ ચરણથી ધીરે ધીરે રવિ પાકનુ ખેડૂતોએ વાવેતર શરૂ કર્યુ હતુ જે બાદ નવેમ્બર માસમાં પુરજોશમાં વાવણી સાથે ડીસેમ્બર માસના પ્રથમ પખવાડીયા સુધીમાં અંદાઝીત 1.66.961 હેકટર જેટલી વાવેતર લાયક જમીન પૈકી 1.31 લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઇ છે.જેમાં સૌથી વધુ ચણાનુ લગભગ અડધાથી પણ વાવેતર થયુ છે.જયારે બીજા ક્રમે ઘઉં, જીરૂ અને બાદમાં ધાણા વગેરેના પાકનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં સૌથી વધુ શિયાળુ પાક વાવેતર લાયક વિસ્તાર હોવાથી ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 52,766 હેક્ટરમાં વાવેતર થયુ છે.જ્યારે બીજા ક્રમે જામજોધપુર તાલુકામાં 26.844 હેક્ટર ઉપરાંત ધ્રોલમાં સૌથી ઓછુ 3330 હેકટર, જામનગર તાલુકામાં 21042 હેકટર, જોડીયા તાલુકામાં 12,865 હેકટર અને લાલપુર તાલુકામાં 14556 હેકટરમાં ડીસેમ્બર માસના બીજા સપ્તાહ સુધીમાં વાવેતર કરાયુ હોવાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande