


-પ્રાંત અધિકારીએ ડમ્પર રોકાવતા ડ્રાઇવરો ટ્રક મૂકી ભાગી ગયા હતા
-બંને ડમ્પર નેત્રંગ પોલીસને સોંપી તેની તપાસ હાથ ધરી છે
- માટી ક્યાંથી ભરી હતી અને ક્યાં નાખવાની હતી તેની તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ
ભરૂચ 18 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાની આદિવાસી પૂર્વપટ્ટીમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓ વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવે છે.ખનિજ માફિયાઓ મોટાપાયે રોયલ્ટી ચોરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. તે અરસામાં ફરિયાદોના આધારે ઝઘડિયા પ્રાપ્ત અધિકારીએ નેત્રંગ મામલતદાર કચેરીની મુલાકાતે આવ્યા હતા ત્યારે બપોરના 2 થી 3 ના ગાળામાં વાલિયાથી નેત્રંગ તરફ જઇ રહ્યા હતા. તે સમયે વાલિયા તરફથી નેત્રંગ તરફ ઇંટોના ભઠ્ઠામાં વપરાતું પોણું ( માટી ) ભરેલ બે ડમ્પર નીકળતા તેને ઊભી રખાવતા ડ્રાઇવરો ગાડી મૂકી ભાગી ગયા હતા. ડમ્પરમાં ભરેલ માટીની રોયલ્ટીની તપાસ કરતા રોયલ્ટી વિનાની અને ઓવરલોડ જથ્થો ભરીને ગેરકાયદેસર વહન કરતા મળી આવ્યા હતા.
GJ 16 AY 1622 અને બીજી GJ 16 AY 4159 નંબરના ડમ્પરના માલિકો તેમજ ક્યાંથી માટી ભરી હતી અને ક્યાં ખાલી કરવાની હતી તેની તેમજ રોયલ્ટી વગર આવી રહેલ આ ટ્રકોને વધુ તપાસ માટે પ્રાન્ત અધિકારીએ નેત્રંગ પોલીસને સોંપી હતી.વધુમાં મળતી વિગતો મુજબ ટ્રક ચાલકો ટ્રકો મુકીને સ્થળ ઉપરથી નાશી ગયા હતા,ટ્રકોના જરૂરી કાગળો મળી શક્યા નહતા.નાયબ કલેક્ટરે ધોળે દિવસે ખનિજ ચોરી કરતા માફિયાઓને ઝડપી લેતા ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ