પાટણની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે એન.એસ.એસ. (NSS) યુનિટ અને સાયકોલોજી સેલ દ્વારા ઇલેક્ટ્રિકલ સેમિનાર હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૮૦થી વધુ વિદ્યાર
પાટણની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો


પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે એન.એસ.એસ. (NSS) યુનિટ અને સાયકોલોજી સેલ દ્વારા ઇલેક્ટ્રિકલ સેમિનાર હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાત સરકારના યુથ એમ્બેસેડર વિદિત શર્મા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો અનેક માનસિક દબાણોનો સામનો કરે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીથી દરેક મુશ્કેલીનો સામનો શક્ય છે. તેમણે સૌને ભારતને ‘માનસિક રીતે સ્વસ્થ રાષ્ટ્ર’ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિદ્યાર્થીઓએ જીવનમાં આવનારા સંઘર્ષોથી ન ડરવાની અને હિંમત તથા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. સ્વયંસેવકે આભારવિધિ કરી હતી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande