
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર સહિત રાજ્યમાં ઓક્ટોબર માસના અંત ભાગમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકનો સફાયો થઇ જતા રાજ્ય સરકાર દ્વારા રૂ.દશ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે જામનગર જિલ્લામાં કુલ 1,41,466 ખેડૂતે અરજી કરી છે. જે અરજીઓ ખેતીવાડી વિભાગ દ્રારા 1,33,584 ખેડૂતની અરજીની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.
કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત જામનગર જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ. મારફતે તા.14 નવેમ્બરથી નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી શરૂ કરાવવામાં આવતા જિલ્લાના તમામ અસરગ્રસ્ત ગામમાંથી. 1,41,353 ખેડૂતે કૃષિ રાહત સહાય મેળવવા માટે અરજી કરી હતી. જે અન્વયે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકાના કર્મયોગીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
હાલમાં જામનગર જિલ્લામાં ટકાથી વધુ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી લઈ ખેડૂતોના બેંક ખાતામાં ડી.બી. ટી. મારફતે રૂપિયા 282 કરોડની રકમ સીધી જ જમા કરવામાં કરવામાં આવી છે સાથે જે ખેડૂતોના આધાર લિકીગ કરાવવાનું બાકી હોય તેને પોતાના બેન્ક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવી લેવા પણ ખેતીવાડી વિભાગે ખેડૂતોને અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt