અમદાવાદીઓ માટે બાકી પ્રોપર્ટી ટેક્સ પર, એએમસીની વ્યાજ માફી યોજના
- પ્રોપર્ટી ટેક્સ પર રહેણાંકમાં 75 થી 85 ટકા અને કોમર્શિયલમાં 50 થી 65 ટકાની રાહત - 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લાભ લઈ શકાશે અમદાવાદ,18 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર
અમદાવાદીઓ માટે બાકી પ્રોપર્ટી ટેક્સ પર એએમસીની વ્યાજ


- પ્રોપર્ટી ટેક્સ પર રહેણાંકમાં 75 થી 85 ટકા અને કોમર્શિયલમાં 50 થી 65 ટકાની રાહત

- 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લાભ લઈ શકાશે

અમદાવાદ,18 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. 01 જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ રહેલો છે. ચાલુ નાણાકીય વર્ષ પહેલા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 સિવાયના તેની પહેલાના તમામ બાકી ટેક્સધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે.

તેઓએ જણાવ્યું હતું કે, આ યોજનાનો 1 જાન્યુઆરી 2026થી લઈને 31 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે.

જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને 100 ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85થી 75 તેમજ કોમર્શિયલમાં 65થી 50 ટકા રાહત આપવામાં આવી છે.

ગત વર્ષ 2024- 25માં વ્યાજ માફી ની સ્કીમ આપી હતી. જેમાં 1745.61 કરોડની આવક થઈ હતી.

અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 1 એપ્રિલ 2025થી 17 ડિસેમ્બર 2025 સુધી 1710 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 1334.70 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ, TSF ચાર્જની રૂ. 17.84 કરોડ અને વિહિકલ ટેક્સની 166.32 કરોડની આવક થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande