સાવરકુંડલા તાલુકાના માર્ગ વિકાસ માટે રૂ.17 કરોડની મંજૂરી, ધારાસભ્ય મહેશ કસવાલાએ વ્યક્ત કર્યો મુખ્યમંત્રીનો આભાર
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના પીઠવડી, ગણેશગઢ, ગાધકડા, લીખાણા અને વીજપડી રોડના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડની મોટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે માનનીય મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના માર્ગ વિકાસ માટે ₹17 કરોડની મંજૂરી, ધારાસભ્ય મહેશ કસવાલાએ વ્યક્ત કર્યો મુખ્યમંત્રીનો આભાર


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના પીઠવડી, ગણેશગઢ, ગાધકડા, લીખાણા અને વીજપડી રોડના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડની મોટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે માનનીય મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ માર્ગોના વિકાસથી તાલુકાના અનેક ગામોને સીધો લાભ મળશે અને લાંબા સમયથી ચાલતી માર્ગ સંબંધિત મુશ્કેલીઓનો અંત આવશે.

મંજુર થયેલા વિકાસ કામોમાં મુખ્યત્વે ડામર રોડનું રીસર્ફેસિંગ, જરૂરિયાત મુજબ સી.સી. રોડનું નિર્માણ, માર્ગ ફર્નિચર તેમજ અન્ય આવશ્યક સ્ટ્રક્ચરલ કામગીરીનો સમાવેશ થાય છે. આ તમામ કામો પૂર્ણ થતાં માર્ગોની મજબૂતી વધશે તેમજ વરસાદી મોસમ દરમિયાન થતી તકલીફોમાં પણ ઘટાડો થશે. આ માર્ગોના વિકાસથી વિસ્તારને નવી ગતિ મળશે, ગામડાં વચ્ચેનું જોડાણ વધુ સુદૃઢ બનશે અને વાહનચાલકો તથા રાહદારીઓ માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બનશે. વેપાર, શિક્ષણ, આરોગ્ય તેમજ કૃષિ ઉત્પાદનના પરિવહનમાં પણ નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાએ માનનીય મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકારના સહયોગથી તાલુકાના વિકાસને સતત આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ માર્ગ વિકાસ કાર્ય પ્રજાજનોની લાંબા સમયથી રહેલી માંગ પૂર્ણ કરશે અને વિસ્તારના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande