પોરબંદર ખાતે ગોગો પેપર વેચારનાર બે દુકાનદાર સામે ગુન્હો નોંધાયો
પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા ગત તા. 16/12/2025 ના રોજ પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો મોર્ડીંગ ડોન, પરફેકટ રોલ જેવી માનવ સ્વાસ્થયને હાનીકારક વસ્તુઓના વે
ગોગો પેપર વેચારનાર બે દુકાનદાર સામે ગુન્હો નોંધાયો.


પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા ગત તા. 16/12/2025 ના રોજ પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો મોર્ડીંગ ડોન, પરફેકટ રોલ જેવી માનવ સ્વાસ્થયને હાનીકારક વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. ઉપરોક્ત જાહેરનામા અન્વયેની વસ્તુઓના વેચાણ સદંતર બંધ કરવા અને આવા વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ સુચના આપી હતી જે અનુસંધાને એસ.ઓ.જી પી.આઈ. માથુકીયા અને પી.ડી.જાદવના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢાણીયા કોલેજ રોડ પર આવેલ “ચાઈ ઓર સુટા નામની દુકાનમાં ઉદય માલદેભાઈ ઓડેદરા તૈમજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાવર ગામ ખાતે આવેલ -ભરત પાન એન્ડ ટી સ્ટોલ પર અરવિંદ બાબુભાઈ મોકરીયા નામના શખ્સ ગોગો પેપર તેમજ સ્મોકિંગ સ્ટ્રીપ વહેંચતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ ગેરકાયદે વસ્તુઓ કબ્જે કરી દુકાનધારકોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગના પત્ર ક્રમાંક નં -જીજી/164/2025 /વસ /102025/5125/ડ તા.12/12/2025ના જાહેરનામાં ભંગ બદલનો ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર વાય. જી. માથુકીયા, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્ર ચાંઉ, પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહીલ, હરદાસભાઈ ગરચર, ભીમાભાઈ ઓડેદરા, પો.કોન્સ અરજનભાઈ ઓડેદરા, દિલીપભાઈ મોઢવાડીયા, સરમણ ખુંટી તથા ચંદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande