પાટણમાં ખોટું વારસાઈ સોગંદનામું તૈયાર કરી દાદાના નામનું વીજ કનેક્શન પોતાના નામે ટ્રાન્સફરનો ગંભીર કિસ્સો સામે આવ્યો
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં વારસાઈના નામે છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પદ્યનાથ વિસ્તારના દિપેશ ભાટીયાએ તેમના મોટાબાપા ઇન્દુલાલ રસીકલાલ ભાટીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે પરિવારજનોની જાણ બહાર નકલી સહીઓ સાથે ખો
પાટણમાં ખોટું વારસાઈ સોગંદનામું તૈયાર કરી દાદાના નામનું વીજ કનેક્શન પોતાના નામે ટ્રાન્સફરનો ગંભીર કિસ્સો સામે આવ્યો


પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં વારસાઈના નામે છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પદ્યનાથ વિસ્તારના દિપેશ ભાટીયાએ તેમના મોટાબાપા ઇન્દુલાલ રસીકલાલ ભાટીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે પરિવારજનોની જાણ બહાર નકલી સહીઓ સાથે ખોટું વારસાઈ સોગંદનામું તૈયાર કરી દાદાના નામનું વીજ કનેક્શન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યું.

ફરિયાદી દિપેશ ભાટીયાના દાદા રસીકલાલ જેસંગલાલ ભાટીયાની પાટણના નવજીવન સર્કલ પાસે ટાયર પંચરની દુકાન હતી. વર્ષ 2014માં દાદા અને પિતાના અવસાન બાદ દિપેશે દુકાનનો વહીવટ સંભાળ્યો હતો. 14 માર્ચ, 2024ના રોજ દુકાને ગયા ત્યારે વીજ બિલમાં દાદાના નામની જગ્યાએ મોટાબાપાનું નામ જોવા મળતાં તેમને શંકા ઉદ્ભવી હતી.

આ મુદ્દે UGVCL કચેરીમાં અને બાદમાં RTI દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે 11 જાન્યુઆરી, 2024ના રોજ ખોટી સહીઓ સાથે વારસાઈ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. આ નકલી દસ્તાવેજોના આધારે વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવાયું હતું. પાટણ બી. ડિવિઝન પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande