અટલધારા જનસંપર્ક કાર્યાલયે ધારાસભ્ય એ બાઢડા ગામના માલધારી યુવાનો સાથે કર્યો સંવાદ
- સમાજના સર્વાંગી વિકાસ પર ચર્ચા અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : ધારાસભ્ય મહેશ કસવાલા એ તેમના જનસંપર્ક કાર્યાલય અટલધારા ખાતે બાઢડા ગામના માલધારી સમાજના યુવાનો સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન યુવાનો સાથે ખુલ્લા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ,
અટલધારા જનસંપર્ક કાર્યાલયે બાઢડા ગામના માલધારી યુવાનો સાથે સંવાદ, સમાજના સર્વાંગી વિકાસ પર ચર્ચા


- સમાજના સર્વાંગી વિકાસ પર ચર્ચા

અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : ધારાસભ્ય મહેશ કસવાલા એ તેમના જનસંપર્ક કાર્યાલય અટલધારા ખાતે બાઢડા ગામના માલધારી સમાજના યુવાનો સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન યુવાનો સાથે ખુલ્લા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ, રોજગાર, પરંપરાગત જીવનશૈલીના સંરક્ષણ તેમજ સમાજના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

યુવાનોએ શિક્ષણ ક્ષેત્રે વધુ તકઓ, કુશળતા વિકાસ, આધુનિક તાલીમ તેમજ સ્વરોજગાર માટે સહાય જેવી બાબતો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે જ માલધારી સમાજની પરંપરાગત જીવનશૈલી, પશુપાલન આધારિત આજીવિકા અને સંસ્કૃતિના સંરક્ષણ સાથે આધુનિક વિકાસ કેવી રીતે સંતુલિત કરી શકાય તે અંગે પણ મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન સમાજના યુવાનોમાં પ્રગતિ માટેની સ્પષ્ટ દૃષ્ટિ, સકારાત્મક ઊર્જા અને જવાબદારીની ભાવના જોવા મળી હતી. તેઓએ જણાવ્યું કે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો યુવાનો પોતાના સમાજ અને વિસ્તારના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.

આ અવસરે ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી યુવાનોને સતત આગળ વધવા, શિક્ષણ અને કુશળતા વિકાસ પર ભાર આપવા તથા સમાજના હિત માટે એકતા સાથે કાર્ય કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનોની આ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ નિશ્ચિતરૂપે સમાજના ઉજ્જવળ ભવિષ્યની દિશા દર્શાવે છે અને આવનારા સમયમાં સકારાત્મક બદલાવ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande