પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.
પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામા ચાલતી ગેરકાયદે ચાલતી ખાણ પણ ખનીજ વિભાગ દ્રારા દરોડા પાડવામા આવ્યા હતા જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગની ટીમ દ્રારા દરોડા પાડવામા આવ્યા હતા પાતા ગામે આસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમ
પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.


પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.


પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.


પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.


પાતા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર તંત્રના દરોડા.


પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામા ચાલતી ગેરકાયદે ચાલતી ખાણ પણ ખનીજ વિભાગ દ્રારા દરોડા પાડવામા આવ્યા હતા જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગની ટીમ દ્રારા દરોડા પાડવામા આવ્યા હતા પાતા ગામે આસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમ્યાન બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનન બદલ 4 ચકરડી મશીન 1 ટ્રેક્ટર તથા 1જનરેટર ઝડપવામાં આવેલ જે મશીનરીના માલીક વિજયભાઇ કેશુભાઈ આગઠ છે મશીનરીને સીઝ કરી વેજાભાઈ કારાભાઈ પરમાર ની ખાનગી માલીકીની જમીનમાં રાખી કસ્ટડી સોંપવામાં આવી હતી અન્ય બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનન બદલ ૩ ચકરડી મશીન 1 ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નં.જીજે.25.બીએ. 2343 તથા 1 લોડર રજીસ્ટ્રેશન નં.જીજે.11. એડી.0518 ટ્રક રજીસ્ટ્રેશન નં.જીજે.31.ટી.3137ઝડપવામાં આવેલ જે મશીનરીના માલીક અર્જુનભાઇ કરશનભાઇ પરમાર છે મશીનરી પૈકી ત્રણ ચકરણી તેમજ એક લોડરને સીઝ કરી ભરતભાઈ દુદાભાઈ કડછા ની ખાનગી માલીકીની જમીનમાં રાખી કસ્ટડી સોંપવામાં આવી છે તેમજ ટ્રેક્ટર અને ટ્રક ના ઓનલાઈન દંડ કરવામા આવ્યો હતો.આજ વિસ્તારમાં બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનન બદલ 3 ચકરડી મશીન ઝડપવામાં આવેલ જે મશીનરીના માલીક અર્જુનભાઈ કરશનભાઈ પરમાર છે મશીનરીને સીઝ કરી ભરતભાઈ દુદાભાઈ કડછા ની ખાનગી માલીકીની જમીનમાં રાખી કસ્ટડી સોંપવામાં આવેલ. પાતા ગામે થી ખાતેથી બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના બિન અધિકૃત ખનન બદલ બિનવારસુ હાલતમાં બંધ પડેલ 3 ચકરડી મશીન ઝડપવામાં આવેલ તેમજ મશીનરીને સીઝ કરી ભરતભાઈ માલદેભાઇ પરમારની ખાનગી માલીકીની જમીનમાં રાખી કસ્ટડી સોંપવામાં આવેલ. તેમજ પાતા ગામ સિમ વિસ્તાર ખાતેથી એક લોડર રજીસ્ટ્રેશન નં.જીજે-10-એએમ.2458, ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નં.જીજે.25.એએ.41996, ટ્રક રજી. નં.જીજે. 18.એયુ. 8102, જીજે.01. એયુ.4764 ઝડપેલ જે પૈકી લોકર મશીનને સીઝ કરી ભરતભાઈ માલદેભાઈ પરમાર ને કસ્ટડી સોંપવામાં આવેલ તેમજ ટ્રેક્ટર તેમજ ટ્રકના ઓનલાઈન દંડ ભરાવેલ છે. આમ કુલ મળી 13 ચકરડી મશીન, 2 લોડર, 3 ટ્રેક્ટર, 3 ટ્રક, 1 જનરેટર અંદાજીત કુલ-50 લાખ નો મુદ્દામાલ ઝડપી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande