પીપળવા ગામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, નવી શાળા માટે રૂ.1,50 કરોડની મંજૂરી
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) ખાંભા તાલુકાના પીપળવા ગામમાં વિકાસનાં વિવિધ મહત્વપૂર્ણ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા અનેક પ્રોજેક્ટોને મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં
પીપળવા ગામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, નવી શાળા માટે રૂ. ૧.૫૦ કરોડની મંજૂરી


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) ખાંભા તાલુકાના પીપળવા ગામમાં વિકાસનાં વિવિધ મહત્વપૂર્ણ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા અનેક પ્રોજેક્ટોને મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગામમાં લાંબા સમયથી પ્રાથમિક શાળાના મકાનની સમસ્યા ચાલી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને હવે ૯ રૂમના નવા શાળા ભવનના નિર્માણ માટે અંદાજિત રૂ. 1.50 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ નવા શાળા ભવનથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક માહોલ મળશે તેમજ શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

સાથે જ પીપળવા ગામમાં ગ્રામ પંચાયત ભવન માટે રૂ. 25 લાખની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનશે. ઉપરાંત ગામમાં આવનજાવન સરળ બને તે માટે રૂ. ૧૩ લાખના ખર્ચે પુલના નિર્માણ સહિતના અન્ય વિકાસ કાર્યોને પણ મંજૂરી આપવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ મંજૂરીઓથી પીપળવા ગામના વિકાસને નવી ગતિ મળશે. ગ્રામજનોએ આ વિકાસકાર્યો બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા લોકહિતકારી કામો સતત ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande