પીઠડીયા ગામે સી.સી. રોડ અને ગટર લાઈનનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને નવી ગતિ
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : બગસરા તાલુકાના પીઠડીયા ગામ ખાતે સી.સી. રોડ તેમજ ગટર લાઈનના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટથી ગ્રામજનોને આવનારા સમયમાં સુવિધાજનક માર્
પીઠડીયા ગામે સી.સી. રોડ અને ગટર લાઈનનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને નવી ગતિ


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : બગસરા તાલુકાના પીઠડીયા ગામ ખાતે સી.સી. રોડ તેમજ ગટર લાઈનના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટથી ગ્રામજનોને આવનારા સમયમાં સુવિધાજનક માર્ગ અને સ્વચ્છતાની સુવિધા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. સાથે જ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશ પરમાર, દેવરાજ રાંક, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ બાબુ બકરાણીયા, તાલુકા પંચાયત સદસ્ય ચંદુ નાકરાણી, બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પીઠડીયા ગામના સરપંચ અરવિંદ ચૌહાણ, રામ વાળા, ભીમ બોઘરા, હરેશભાઈ ખેતાણી, અશોક ગઢીયા, રાજુ રાબડીયા સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત બગસરા તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા ભાજપના હોદેદારો, વિવિધ ગામોના સરપંચઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

વક્તાઓએ જણાવ્યું હતું કે સી.સી. રોડ અને ગટર લાઈનના કામોથી ગામમાં સ્વચ્છતા, વાહનવ્યવહાર અને જીવનસ્તર વધુ સુદૃઢ બનશે. ગ્રામજનોએ આ વિકાસકાર્યો બદલ સરકાર અને લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande